
નવી દિલ્હીઃ અમેરિકાની એપલ કંપની દુનિયામાં સૌથી વધારે મુલ્ય ધરાવતી કંપની ગણાય છે. એપલ કંપનીનો માર્કેટ કેપ હવે ત્રણ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગયો છે અને તે સાથે જ એપલ કંપની જર્મની બાદ દુનિયાની સૌથી મોટી ઈકોનોમી જેટલું કદ ધરાવતી થઈ ગઈ છે.
આ કંપનીનો માર્કેટ કેપ ભારતની નોમિનલ જીડીપી કરતા વધી ચુકયો છે. બુધવારે કંપનીના શેરમાં ૧.૬ ટકાનો વધારો થયો હતો અને તે ૧૭૪ ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્રણ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ માટે એપલના શેરનો ભાવ ૧૮૨ ડોલર પર પહોંચવો જરૂરી છે. ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે એક વર્ષ પહેલા જ એપલ બે ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ મેળવી ચુકી છે. તેના શેરમાં આ વર્ષે ૩૦ ટકાની તેજી જોવા મળી છે.ગયા વર્ષે કંપનીના શેરમાં ૮૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રોકાણકારો તેના પર હજી પણ મન મુકીને પૈસા લગાવી રહ્યા છે.
એપલ કંપનીનું માર્કેટ કેપ હવે ૨.૮૭ ટ્રિલિયન પહોંચી ચુકી છે.ભારતની નોમિનલ જીડીપી ૨.૭૨ ટ્રિલિયન ડોલર છે.જ્યારે અમેરિકાની નોમિનલ જીડીપી ૨૦.૪૯ ટ્રિલિયન ડોલરની મનાય છે. આ લિસ્ટમાં બીજા દેશોની જીડીપી આ પ્રમાણે છે
ચીન ૧૩.૪ ટ્રિલિયન ડોલર, જાપાન ૪.૭૮ ટ્રિલિયન ડોલર, જર્મની ૪ ટ્રિલિયન ડોલર, બ્રિટન ૨.૮૩ ટ્રિલિયન ડોલર, ફ્રાંસ ૨.૭૮ ટ્રિલિયન ડોલર, ભારત ૨.૭૨ ટ્રિલિયન ડોલર.
નિષ્ણાતોનુ કહેવુ છે કે, એપલ ખરા અર્થમાં બહુ મજબૂત બ્રાન્ડ બની ચુકી છે. કંપની જે નવા પ્રોડક્ટસ લોન્ચ કરવાની છે તે પણ બહુ શક્તિશાળી છે. એપલે ૨૦૧૮માં એક ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ મેળવી હતી અને બે વર્ષમાં તેની વેલ્યૂ બમણી થઈ ચુકી છે.
દુનિયાની બીજી મુલ્યવાન કંપનીઓમાં માઈક્રોસોફ્ટ બીજા ક્રમે છે અને રિલાયન્સની માર્કેટ કેપ ૨૧૯.૮૦ ટ્રિલિયન ડોલર છે.તેનો દુનિયામાં ૫૪મો ક્રમ છે