અમેરિકાના સત્તાધીશ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે…ભારતની મુલાકાત લેવા ટ્રમ્પ અતિ ઉત્સાહિત છે..મોદીએ  જણાવ્યું છેઃ ખાસ મહેમાન ને આવકારવા માટે અમે ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છીએ.. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમવાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.. 

0
1246

 

      

                   દુનિયાના સૌથી સમૃધ્ધ અને શક્તિશાળી ગણાતા રાષ્ટ્ર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવશે. 

    ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં 24- 25 ફેબ્રુઆરીએ બે દિવસ માટે ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે.પ્રમુખ ટ્રમ્પ ખુદ આ પ્રવાસ માટે ઉત્સાહિત છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું હતું કે, મોદી એક સજ્જન  વ્યક્તિ છે, તેઓ મારા ખાસ મિત્ર છે. 

 પ્રમુખ  ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં  આ સપ્તાહના અંતમાં પીએમ મોદી સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર, અમદાવાદના એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી લાખો લોકો સ્વાગત કરવા હાજર રહેશે. 

   પ્રમુખ ટ્રમ્પ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેવાના છે. અમેરિકામાં હયુસ્ટન ખાતે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો, એના કરતાંય ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં યોજાવાનો છે. પ્રમુખ ટ્રમ્પ સાબરમતી ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. 

 

અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો છે. જેમાં વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ બન્ને હાજરી આપશે અને જન સમુદાયને સંબોધશે. અમેરિકાના પ્રમુખ માટે સલામતીની કડક અને જડબેસલાક વ્યવસ્થા કરવામિાં આવી છે. પ્રમુખ ટ્રમ્પની આ મુલાકાતને લીધે ભારત- અમેરિકા વચ્ચેના મૈત્રી સંબંધો વધુ મજબૂત બનશે. વ્યાપારિક સંબંધોને નવી દિશા મળશે . દુનિયાના બે વિશાળ અને મહાન લોકશાહી રાષ્ટ્રો વચ્ચેની ગાઢ મૈત્રી સમગ્ર વિશ્વ માટે લાભદાયી સાબિત થશે એવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે