અમેરિકાના સંરક્ષણ વિભાગે અમદાવાદ એરપોર્ટનો આભાર માન્યો

 

અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સફળ મુલાકાત દરમ્યાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઉમદા કામગીરી અને ખાસ કરીને એરફોર્સ વનના સફળ હેન્ડલિંગને અમેરિકી ડિફેન્સ અધિકારીએ ખાસ અભિનંદન આપ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ મુલાકાતમાં એમના ખાસ વિમાન એરફોર્સ વનનો જ ઉપયોગ કરાય છે. એરફોર્સ વનને અન્ય દેશોમાં લઈ જતી વખતે સુરક્ષાના અનેક નિયમોનું પાલન કરવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ લેન્ડિંગ ડિપાર્ટીંગ વખતે જે તે એરપોર્ટની જવાબદારી વધી જતી હોય છે. ટ્રમ્પ એમના પરિવાર સાથે અમદાવાદ એરફોર્સ વન દ્વારા ઉતરાણ કર્યું અને એ અંગેની તમામ હેન્ડલિંગ સહિતની સુવિધાઓ પુરી પાડવા બદલ એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલનો અમેરિકી સિનિયર ડિફેન્સ અધિકારીએ આભાર વ્યક્ત કર્યો છે. યુએસ એમ્બેસી દ્વારા મળેલા પત્રમા અમેરિકાના સિનિયર ડિફેન્સ અધિકારીએ મનોજ ગંગલની કામગીરીને બિરદાવી હતી. એરફોર્સ વનને હેન્ડલ કરવાની કામગીરીમાં કોઈ અડચણ ન થાય એ માટે એરપોર્ટ ડાયરેક્ટર અને એમની ટીમનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે મનોજ ગંગલ અગાઉ ભારતીય વાયુ સેનામાં ફરજ બજાવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here