ગત સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું હતું કે, કાશમીરના મુદે્ અમેરિકા મધ્યસ્થી કરવા તૈયાર છે..આ નિવેદનના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના મામલાના ઉકેલ માટે ટ્રમ્પને મધ્યસ્થી કરવાની ભલામણ કરી છે કે નહિ એ બાબત ચર્ચામાં આવી હતી. ત્યારબાદ ભારતના વિ્દેશી મંત્ર્યાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, મોદી તરફથી આવી કોઈ માગણી ટ્રમ્પને કરવામાં આવી જ નથી. કાશ્મીરનો મામલાનું નિરાકરણ ભારત- પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ચર્ચાથી જ કરવામાં આવવું જોઈએ. કોઈ ત્રીજા પક્ષની દરમિયાનગિરી સ્વીકાર્ય નથી. ભારત પાકિસ્તાન વચ્ચે મંત્રણા ત્યારે જ શરૂ થઈ શકે, જયારે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે, આતંકવાદનો અંત લાવવા માટે કામગીરી બજાવે, અન્યથા પરસ્પર મંત્રણા સંભવજ નથી.
હવે અમેરિકાના વિદેશ વિભાગ તરફથી નિવેદન કરવામાં આવ્યું છેકે, અમેરિકાની એ નીતિ રહી છેકે, કાશ્મીરનો સવાલ ભારત- પાકિસ્તાન વચ્ચેનો મામલો છે. એ બન્ને દેશો જ મંત્રણા કરીને એનો ઉકેલ લાવી શકે. કોઈ ત્રીજા પક્ષની દખલગિરી સ્વીકાર્ય નથી.