અમેરિકાના વિઝાની રાહ જુઓ છો? તો તમારે તમારું સોશિયલ મિડિયા હેન્ડલ જાહેર કરવાની ફરજ પડશે?

0
1359

જો તમે અમેરિકાના વિઝાની રાહ જોઈ રહ્યા હો તો તમારે તમારું સોશિયલ મિડિયા હેન્ડલ જાહેર કરવાની ફરજ પડી શકે છે.
વિવિધ માધ્યમોમાંથી મળતા અહેવાલો મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ યુએસ નોન-ઇમિગ્રેશન વિઝા માટે અરજી કરતા જરૂરી મુલાકાતીઓને તેઓની સોશિયલ મિડિયાની માહિતી પૂરી પાડવાની શરૂઆત કરી શકે છે. રોઇટર્સ, ધ ન્યુ યોર્ક ટાઇમ્સ, બીબીસી દ્વારા પ્રકાશિત અહેવાલો મુજબ, ટ્રમ્પ વહીવટી તંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશતા અને વિઝા માટે અરજી કરતા નાગરિકો માટે નવી સોશિયલ મિડિયા માહિતી એકઠી કરવાની જરૂરિયાત પર ભાર મૂકી શકે છે. આ જરૂરિયાત મુજબ જે તે વ્યક્તિએ છેલ્લાં પાંચ વર્ષમાં તમામ સોશિયલ મિડિયાની ઓળખ છતી કરવી પડશે. આ ઉપરાંત, અરજીકર્તાઓએ યુએસ નોન-ઇમિગ્રેશન વિઝા માટે અરજી કરતી વખતે અન્ય વ્યક્તિગત ડેટા પણ આપવો પડશે.
સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ માટે વર્તમાન નિયમો શું ચાલે છે?
વર્તમાન નિયમ ગયા મે માસમાં અમલી બન્યો હતો, જે મુજબ સત્તાવાળાઓ સોશિયલ મિડિયા એકાઉન્ટ માહિતી માટે વિનંતી કરી શકે છે. જો તેમને લાગે કે વિઝા અરજીકર્તાની ઓળખની ખરાઈ કરવા માહિતી જરૂરી છે. દેશની સલામતીના હિત માટે અથવા આતંકવાદ સાથે કોઈ સંપર્ક ધરાવતા નથી કે કેમ તે હેતુથી જે તે વિઝા અરજીકર્તા તરફથી આ માહિતી લેવામાં આવે છે.
આ વર્તમાન નિયમ ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માગતા અરજીકર્તાઓને લાગુ પડે છે. એક અંદાજ મુજબ સોશિયલ મિડિયાની ઇમિગ્રેશન વિઝા અરજીની સ્થિતિ એ છે કે તે દર વર્ષે અમેરિકામાં પ્રવેશ માટે વિનંતી કરતા 7,10,000 નાગરિકોને અસર કરે છે.
જોકે સ્ટેટ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે નવી દરખાસ્ત નોન-ઇમિગ્રેશન વિઝા મેળવવા ઇચ્છતા નાગરિકો પર અસર કરશે, જેની સંખ્યા દર વર્ષે લગભગ 14 મિલિયન નાગરિકોની છે.
નોન-ઇમિગ્રેશન સ્ટેટસની અરજીઓ માટે નવો સોશિયલ મિડિયા ડેટા કલેક્શન પ્રપોઝલ કેવી રીતે કામ કરશે?
દરખાસ્ત મંજૂર કરવી કે કેમ તે બાબતમાં ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સમક્ષ આ દરખાસ્ત વિશે કોઈ પણ નિવેદન કરવા માટે નાગરિકો પાસે હજી બે માસનો સમય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ કહે છે કે આ વધારાની માહિતી નોન-ઇમિગ્રેશન વિઝા ઇચ્છતા અરજીકર્તાઓ તરફથી એકઠી કરવાના કારણે પ્રક્રિયાને વધુ મજબૂત બનાવશે.
નોન-ઇમિગ્રેશન વિઝા માટે અરજીકર્તાઓએ નવી દરખાસ્ત અંતર્ગત શું પૂરું પાડવાની જરૂર પડશેઃ
લગભગ 20 મિડિયા પ્લેટફોર્મને આવરી લેતી છેલ્લાં પાંચ વર્ષની તેઓના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સની માહિતી. આ પ્લેટફોર્મ અમેરિકા અને વિદેશમાં સ્થાયી હોવું જોઈએ, જેમાં ગૂગલ, લિન્ક્ડઇન, ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, પિઇન્ટરેસ્ટ, માય સ્પેસ, ફ્લિકર, ઇન્સ્ટાગ્રામ વગેરેનો સમાવેશ થાય છે.
ઈ-મેઇલ એડ્રેસ-ટેલિફોન નંબરો સહિત છેલ્લાં પાંચ વર્ષમાં અન્ય એકાઉન્ટ્સની માહિતી.
અરજીકર્તાઓએ છેલ્લાં પાંચ વર્ષની પોતાની આંતરરાષ્ટ્રીય પ્રવાસની માહિતી આપવી પડશે.
પરિવારના સભ્યો કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તેની ખરાઈ અથવા ઇનકાર કરવો પડશે.
અરજીકર્તા અન્ય કોઈ દેશમાંથી દૂર કરાયા છે કે હાંકી કાઢવામાં આવ્યા છે કે કેમ તેની માહિતી જાહેર કરવી પડશે.
જો નવી દરખાસ્ત પસાર થશે, તો ભારત, બ્રાઝિલ, મેક્સિકો, ચીન સહિતના દેશોમાંથી પ્રવાસ કરતા લાખો નાગરિકોને અસર પડશે. આ નિયમો યુએસ દ્વારા ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, સાઉથ કોરિયા જેવા દેશોના નાગરિકોને વિઝા-ફ્રી ટ્રાવેલની મંજૂરી આપવામાં આવેલી છે તેવા દેશોમાંથી આવતા પ્રવાસીઓને લાગુ પડશે નહિ.
વિવિધ નાગરિકો અને સંસ્થાઓએ નવા નિયમોની ટીકા કરી છે, કારણ કે તેના કારણે ઇમિગ્રન્ટ્સ તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિકોના હકોનો ભંગ ગણાય છે.
વધુ માહિતી મેળવવા માટે કોનો સંપર્ક કરવો?
ઉપરોક્ત માહિતી યુએસ નોન-ઇમિગ્રેશન વિઝાના અરજીકર્તાઓ માટે માહિતી સંગ્રહમાં તમામ સંભવિત બદલાવોનું સંપૂર્ણ વર્ણન નથી. તમે ફેડરલ રજિસ્ટર વેબસાઇટ પર જઈ ઓનલાઇન સમગ્ર દરખાસ્ત વાંચી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો સંપર્ક  201-670-0006 (107) પર  કરી શકો છો.