અમેરિકાના વાણિજ્ય મંત્રી જીના રાયમોંડો પણ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા છે

નવી િદલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે માર્ચ મહિનામાં થયેલી બેઠકને યાદ કરતા રાયમોંડોએ કહ્યુ હતુ કે, ભારત અને અમેરિકા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં આવી રહેલી ક્રાંતિનુ નેતૃત્વ કરશે. મેં હોળીના તહેવાર દરમિયાન સંસ્કૃતિ પરંપરા અને ઉત્સવના મામલામાં સૌથી શ્રેષ્ઠ ભારતનો અનુભવ કર્યો હતો. ભારતીય મૂળના અમેરિકન સમુદાયને સંબોધન કરતા રાયમોંડોએ કહ્યુ હતુ કે, હું ભારત પ્રવાસે ખાસ હોળી રમવા માટે એક દિવસ વહેલા ગઈ હતી.સંરક્ષણ મંત્રીએ બહુ પ્રેમથી મારુ સ્વાગત કર્યુ હતુ.મને વડાપ્રધાન મોદી સાથે દોઢ કલાક વીતાવવાનો સમય મળ્યો હતો. તેઓ સૌથી લોકપ્રિય ગ્લોબલ લીડર છે, તેઓ બહુ દૂરદર્શી નેતા છે અને ભારતના લોકો પ્રત્યેની તેમની પ્રતિબધ્ધતાનુ વર્ણન કરવુ શક્ય નથી. તેમણે આગળ કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને ગરીબીની બહાર કાઢવા માટે અને ભારતને વૈશ્વિક શક્તિ તરીકે દુનિયા સમક્ષ આગળ વધારવા માંગે છે અને આ કામ થઈ પણ રહ્યુ છે.