અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનનું નિવેદન : અમેરિકાના સૈન્યે કોઈ પણ પરિસ્થિતિમાં 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનમાંથી પરત આવવું જ પડશે…

 

 અફઘાનિસ્તાન પર હવે તાલિબાનનું શાસન છે. અનેક દેશો આથી ચિંતામાં પડયા છે. પોતાના નાગરિકોને પરત લાવવા માટે સહુ કોઈ બનતા પ્રયાસો કરતું રહ્યું છે. ભારત, બ્રિટન અને અમેરિકાનો પણ એમાં સમાવેશ થાય છે. અમેરિકાની ચિંતા વધી રહી છે. કારણ કે હજી એના સૈનિકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. અગાઉ તાલિબાનો સાથે નક્કી કર્યા મુજબ પોતાના તમામ નાગરિકો – તેમજ સૈન્યને પરત અમેરિકા પાછા લાવવા માટે 31 ઓગસ્ટ સુધીની સમય- મર્યાદા રાખવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ જો બાયડનના જણાવ્યા અનુસાર, અમેરિકાની સેનાએ  ગમે તે સ્થિતિમાં અફઘાનિસ્તાનમાંથી પરત આવવું પડશે. તેમને પરત લાવવાની પ્રક્રિયા બને તેટલી ઝડપી બનાવવી જ પડશે. એના વગર બીજો કોઈ વિકલ્પ નથી. કારણ કે ત્યાં આતંકીઓ સેના પર હુમલો કરે એવી સંભાવના છે. દિન- પ્રતિદિન જોખમ વધી રહ્યું છે. તેમણે (બાયડને) જી-7ના સભ્ય તમામ દેશના વડા સાથે વાત કરી લીધી છે. બધા રાષ્ટ્રના વડાઓ એ માટે સહમત છે. રેસ્કયુ ઓપરેશનની ગતિ વધારવામાં આવી રહી છે. યુરોપના દેશોના આગેવાન નેતાઓ બાયડન પર દબાણ વદારી રહ્યા હતા કે રેસ્કયુ ઓપરેશનની 31 ઓગસ્ટની સમય- મર્યાદા વધારવામાં આવે.