અમેરિકાના યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના તબીબે  નહિ, પણ આસામ(ભારત)ના ડોકટર ધનીરામ બરુઆએ આ સર્જરી 25 વર્ષ પહેલાં કરી હતી, પણ તેમને એનો યશ ન મળ્યો ને જેલમાં જવું પડ્યું હતું..સુવરના હૃદયનું માણસના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનો યશ અમેરિકાના તબીબને મળ્યો..

 

       આસામના જાણીતા તબીબી સંશોધક અને કાર્ડિયોલોજિસ્ટ ડો. ધનીરામ બરુઆએ જણાવ્યું હતું કે, માણસના શરીરમાં માત્ર સુવરનું હૃદય જ નહિ, પણ સુવરના ફેફસા, કીડની અને પિત્તાશયને પણ માણસના શરીરમાં લગાવી શકાય છે. આ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટેશન માટે સુવર સંપૂર્ણપણે સ્વસ્થ અને તબીબી પરીક્ષણોમાં સફળ થયું છે, અર્થાત સ્વીકાર્ય છે. ડો. બરુઆએ કહ્યું હતું કે, દાયકાઓ પહેલાં તેમણે જે દાવાઓ કર્યા હતા અને જે કામગીરી કરવાની શરૂઆત કરી હતી, એ જ કાર્ય હવે અમેરિકાના તબીબો આગળ વધારી રહ્યા છે. 

 ડો. ધનીરામે 1 જાન્યુઆરી 1997ના દિવસે સુવરનું હૃદય એક વ્યકતિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આશરે 100 કરતાં વધુ સંશોધન તેમજ પરીત્રણો કર્યા બાદ ડો. બરુઆએ આ નિર્ણય લીધો હતો. જે વ્યકતિમાં આ ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું તેના શરીરમાં પહેલેથી જ અનેક રોગોનું સંક્રમણ થયેલું હતું. ટો. બરુઆએ આ સર્જરી હોંગકોંગના તબીબ સાથે મળીને કરી હતી. સર્જરી થયા બાદ સાત દિવસ પછી એ માણસનું મૃત્યુ થયું હતું. આ મામલામાં બન્ને ડોકટરોને જવાબદાર ઠેરવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

   ડો. બરુઆએ જણાવ્યું હતું કે, 1995માં જ મેં જણાવ્યું  હતું કે, અંગોની સંરચના તેમજ બિમારીઓની સરખામણીના મામલે સુવરના શરીરની રચના માનવ શરીર સંરચના સાથે વધુ સામ્ય ધરાવે છે. સુવરના શરીરના અંગ, આકાર માનવ શરીર સાથે સામ્ય ધરાવે છે. આમ તો વાંદરા પણ મનુષ્ય સાથે નિકટનું સામ્ય ધરાવતા પ્રણી છે. પરંત તેમના શરીરના 

અંગોના કદ ને આકાર બહુજ નાના હોય છે. ડો. બરુઆના સહયોગી ડો. ગીતા કહે છેકે, એ સમયે સરકારે અમારા પ્રયોગને પ્રોત્સાહન  ન આપ્યું. જો એ સમયે તમારી વાત સમજી શક્યા હોત , અને અમને અમારું કામ આગળ ધપાવવા દીધું હોત તો આજે અનેક લોકોની જિંદગી બચાવી શકાઈ હોત ..!