અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને બિલ કિલન્ટનના ઘરેથી મળ્યા શંકાસ્પદ પાર્સલ .

0
896

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને માજી પ્રમુખ બિલ ક્લિન્ટનના ઘરેથી શંકાસ્પદ પાર્સલો મળ્યા હતા, જેમાં વિસ્ફોટક સામગ્રી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બુધવારે અમેરિકાની ટીવી ન્યૂઝ ચેનલની ન્યુયોર્કમાં આવેલી ઓફિસનો તત્કાળ ખાલી કરીને આખી ઓફિસની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. સીએનએનની ઓફિસમાં પણ સલામતીને ખાતર તપાસ હાથ ધરાઈ હતી. ભૂતપૂર્વ પ્રમુખોના ઘરેથી મળેલા પાર્સલો – વિસ્ફોટક ડિવાઈસનું ચોક્કસ લોકેશન તો જાણવા મળ્યું નથી. આ વિસ્ફોટક મોકલવાનો હજુ સુધી કોઈએ દાવો કર્યોનથી. આ વિસ્ફોટક મોકલનારનો શું આશય હતો તેપણ જાણી શકાયું નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા જંગલના વિસ્તારમાં ઉપરોક્ત વિસ્ફોટકોને ડિફયુઝ કરવામાાં આવ્યા હતા.