અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પહેલી વાર ભારત આવી રહ્યા છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ .તેઓ બે દિવસની ભારત યાત્રાએ આવી રહ્યા છે. .. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લેશે… જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે…

0
1048

 

       પ્રમુખ પદ સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને આગામી 24 -25 ફેબ્રુઆરીના ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખપદની જવાબદારી સંભાળ્યા બાદ તેઓ સૌપ્રથમ વાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહયા છે. દુનિયાના સૌથી શક્તિશાળી અને સમૃધ્ધ દેશ અમેરિકાના પ્રમુખનો હોદો્ બહુ પાવરફુલ ગણવામાં આવે છે. 

  અમેરિકાના વિદેશવિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને કારણે   ભારત- અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે. ભારત- અમેરિકાના વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ સુદ્રઢ થશે, વળી ભારતીય અને અમેરિકન સમુદાય વચ્ચેના પારસ્પરિક સંબંધો વધુ સ્થાયી થશે.