અમેરિકાના  પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી – નવી આયાત નીતિની ,આયાતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લદાશે ઈમ્પોર્ટ ડ્યુટી…

0
803
Reuters
REUTERS

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવું વ્યાપાર – યુધ્ધ છેડ્યું છે. અમેરિકાના અગાઉની આયાત નીતિ અને આયાત થતી ચીજ- વસ્તુઓ પર લેવાતી ડયુટી – ટેકસ વિષે ટ્રમ્પે આકરા શબ્દોમાં પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. અમેરિકાની ઈમ્પોર્ટ ડ્યુટી અંગે તેમણે અગાઉના વહીવટીતંત્રના આગેવાનો અને રાજકીય નેતાઓની સખત શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કે, અમેરિકાના બેવકૂફ નેતાઓની સમજણવિહોણી આયાત નીતિને કારણે દેશને વાર્ષિક 800 બિલિયન ડોલરની ખાધ વેઠવી પડી છે. .

   અમેરિકામાં ઊભી થતી નોકરીઓ-વિવિધ પ્રકારની જોબ અને સંપત્તિને લીધે અન્ય દેશોને લાભ થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નજીકના સમયગાળામાં અમેરિકાની આયાત નીતિમાં પરિવર્તન કરવાનો સંકેત આપતાં કહ્યું હતું કે, દેશમાં આયાત થનારા સ્ટીલ પર 25 ટકા અને એલ્યુમિનિયમ પર 10 ટકા ઈમ્પોર્ટ  ડયુટી લગાવવામાં આવશે. ા પ્રકારની ડ્યુટી લાદવાના ો મૂળ હેતુ અમેરિકાના ઉત્પાદનોને તેમજ અહીંના સ્થાનિક ઉદ્યોગ જગતને બચાવવાનો છે. આ રીતે મેટલ પર ડયુટી લાગવાને કારણે બહારના ઉત્પાદનોની ખરીદ કિંમતમાં વધારો થવાનો સંભવ છે. આ આયાત નીતિને અમલમાં મૂકવાથી અમેરિકાના ઉત્પાદનો સસ્તાં થશે. ટ્રમ્પના આવા ગ્લોબલ ટ્રેડ વોરની દૂરોગામી અસર વિવિધ દેશોના આયાત – નિકાસ વ્યાપાર પર અવશ્ય પડશે. ટ્રમ્પ દ્વારા કરાયેલા ઉપરોકત નિવેદન બાદ એની અસર ભારતના શેરબજાર પર જોવા મળી હતી. શેરબજારમાં મેટલ શેરોમાં ઘટાડો નોંધાતા રોકાણકારેને 20,000કરોડથી વધુ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.