
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક મુલાકાત પૂરી થયા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે, હવેથી અમેરિકા કોરિયાના દરિયાઈ દ્વીપ વિસ્તારમાં દક્ષિણ કોરિયા સાથે સૈન્ય અભ્યાસ કરવાનું બંધ કરી દેશે. પ્રમુખ ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે, અમે હવેથી કોરિયાઈ દ્વીપ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ નહિ કરીએ. જેને કારણે પુષ્કળ નાણાંની બચત થશે.તે આ સૈન્ય કવાયત બંધ કરવા સહમત થયા , એનું મુખ્ય કારણ એ છે કે આ પ્રકારના આયોજન ઉશ્કેરણીજનક હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ દક્ષિણ કોરિયામાં ગોઠવવામાં આવેલા અમેરિકન સૈનિકોના કાફલાને પરત બોલાવવા માગે છે. તેમણે એ માટે ચૂંટણી -પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું. પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે, હું મારા દેશના સૈનિકોને એમના વતન અમેરિકા પાછા બોલાવવા માગું છું. હું ધારણા રાખું છું કે એ અંગેની કામગીરી જલ્દી શરૂ થશે.
સુરક્ષાના ક્ષેત્રમાં અમેરિકા અને દક્ષિણ કોરિયા પરસ્પરને સાથ- સહયોગ આપી રહ્યા છે. આશરે 30,000 જેટલા અમેરિકન સૈનિકો દક્ષિણ કોરિયામાં સુરક્ષાની કામગીરી બજાવી રહ્યા છે. અમેરિકાના સૈનિકો ઉત્તર કોરિયાનું રક્ષણ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાએ 1950માં દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો હતો. આથી અમેરિકાએ દક્ષિણ કોરિયાની સલામતી અને સુરક્ષા માટે અમેરિકન સૈનિકોનો જંગી કાફલો કોરિયાઈ વિસ્તારમાં ગોઠવ્યો હતો. એ સૈનિકો હજી સુધી પોતાના વતન અમેરિકા પાછા ફર્યા નથી.