અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રમજાન નિમિત્તે વાઈટ હાઉસમાં ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું

0
1034
The White House is pictured shortly after sunrise. REUTERS/Jason Reed
REUTERS

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાઈટ હાઉસમાં પહેલી વખત ઈફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમણે દુનિયાભરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જળવાય તે માટે મુસ્લિમ સમાજને મદદની અપીલ કરી હતી.

1990ના દાયકામાં પ્રમુખ બિલ ક્લિન્ટને વાઈટહાઉસમાં ઈફતાર પાર્ટી આપવાની શરૂ કરી હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદના સૂત્રો સંભાળ્યા બાદ તેમણે આ ઈફતાર પાર્ટીની પરંપરા બંધ કરી હતી. એટલે આમ અચાનક તેમણે ઈફતાર પાર્ટી આપવાનું જાહેર કરીને સહુને અાશ્ચર્યમાં મૂકી દીધા હતા. પ્રમુખ ટ્રમ્પે સમગ્ર દુનિયામાં વસતા મુસ્લિમ જનસમુદાયને રમજાનની શુભકામનાઓ પાઠવી હતી.

  ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વાઈટ હાઉસમાં આયોજિત ઈફતાર પાર્ટીમાં સાઉદી અરેબિયાના રાજદૂત પ્રિન્સ ખાલિદ બિન સલમાન, જોર્ડનના રાજદૂત દીના કવર  તેમજ ઈન્ડોનેશિયાના રાજદૂત અને યુએઈ, મિસર, ટયુનિશિયા, કતાર, બહેરિન, મોરક્કો, અલજીરિયા. લિબિયા, કુવૈત, જાંબિયા , ઈથોપિયા, ઈરાક અને બોસ્સિયાના રાજદૂતોએ ઈફતાર પાર્ટીમાં હાજરી આપી હતી.

              ટ્રમ્પે રાજદૂતોનું સ્વાગત કરતા કહ્યું હતું કે, આપ સહુની હાજરીથી અમે ગૌરવ અને સન્માનની લાગણી અનુભવી રહ્યા છીએ. આપ સહુ મારા આમંત્રણને માન આપીને ઈફતાર પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપના સહુનો આભારી છું…