
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના વલણથી નારાજ થયા છે. ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં ઉત્તર કોરિયાને સંબોધીને કહ્યું હતું કે, જો પરમાણુ હથિયાર બનાવવાનો કાર્યક્રમ છોડી દેશો, તો સત્તા પર રહી શકશો. તેમણે ઉત્તર કોરિયાના પ્રમુખને ચેતવણી આપી હતી કે, જો તમે અમેરિકાની સાથે પરમાણુ સંધિ નહિ કરો તો અમે તમને બરબાદ કરી દઈશું. અગાઉ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમે 12મી જૂને સિંગાપુરમાં ટ્રમ્પ સાથે યોજાનારી મંત્રણા રદ કરવાની વાત જાહેર કરી હતી. એના જવાબમાં ટ્રમ્પે ઉપરોક્ત ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ઉત્તર કોરિયા પોતાનો પરમાણુ શસ્ત્રોનો પ્રોજેક્ટ છોડી દેશે તો હું કિમની સલામતી ને સુરક્ષા વ્યવસ્થા માટે મારાથી શક્ય હોય તે બધું જ કરવા તૈયાર છું.