અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  અવકાશયાત્રી કલ્પના ચાવલાની પ્રશંસા કરી !

0
658

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળનાં મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, કલ્પના ચાવલાએ તેમના પ્રેરક જીવનથી લાખો લોકોને પ્રેરણા આપી છે. કલ્પના ચાવલાની સિધ્ધિઓને બિરદાવવા માટે અમેરિકન કોંગ્રેસે તેમને મરણોત્તર કોંગ્રેસનલ મેડલ આપીને તેમનું  સન્માન કર્યું છે. એરોનોટિક્સ એન્ડ સ્પેશ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા તેમને સ્પેસ ફલાઈટ મેડલ અને નાસા વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, કલ્પના ચાવલાની હિંમત અને જુસ્સો એ લાખો અમેરિકન યુવતીઓ માટે પ્રેરણા બન્યો છે.