અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગની સ્વાયત્તતાના કાનૂન પર સહી કરી દીધી છે…

 

   સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોંગકોંગને સ્વાયત્તતા આપતા કાનૂન પર હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન સંસદે ચાલુ મહિનાના આરંભના સમયગાળામાં જ આ કાનૂન પસાર કરી દીધો હતો. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડિયાને જણાવ્યું હતું કે, હવે ચીનની સરકાર હોગકોંગના લોકો પર દમનકારી કૃત્યો માટે જવાબદાર રહેશે. અમેરિકાને આવી દમનભર્યા કૃત્યો સામે કાર્યવાહી કરવાનો અધિકાર રહેશે. ચીને હોંગકોંગના લોકોની સ્વતંત્રતા છિનવી લઈને ત્યાંના લોકો માટે સારી તકો ખતમ કરી નાખી . અમેરિકાના ઉપરોક્ત નિર્ણયથી ચીન ગુસ્સે થયું છે. ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યા અનુસાર, ચીનની આંતરિક બાબતોમાં અમેરિકા હસ્તક્ષેપ કરી રહ્યું છે. અમે એનો બદલો લઈશું. ચીન પણ તેના હિતોના રક્ષણ માટે અમેરિકન લોકો અને સંસ્થાઓ પર નિયંત્રણો મૂકવાની કામગીરી બજાવશે. અમેરિકાના સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને જણાવ્યું હતું કે, ટિકટોક પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીન પાસેથી મોટું હથિયાર આંચકી લીધું છે. ચીન ટિકટોકના માધ્યમથી જાસૂસી કરતું હતું. અમેરિકા સહિત પશ્ચિમના ઘણા દેશો ટિકટોક પર પ્રતિબંધ લાદવાની તરફેણ કરી રહ્યા છે.