અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતથી ગુજરાતને લાભ થશે…     

0
1216

        

                    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી ફેબ્રુઆરીના એક દિવસ માટે ગુજરાતની મુલાકાત લેવાના છે. ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન તો અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજિત કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપીને જનસમુદાયને સંબોધન કરશે. ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી સ્થિત ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. તેમની ગુજરાત મુલાકાતથી ગુજરાતને ફાયદો થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં અમેરિકન એમ્બેસી શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વસતા લોકોએ અમેરિકાના વિઝા મેળવવા માટે મુંબઈ કે દિલ્હી જવું પડે છે. 

              અમેરિકન એમ્બેસી અમદાવાદમાં શરૂ કરવા માટે અનેકવાર માગણી કરવામાં આવી હતી. વડાપ્રધાનનું કાર્યાલય, ગુજરાતના મુખ્યપ્રધાનનું કાર્યાલય તેમજ વિદેશ વિભાગ મંત્રાલયદ્વારા મોટાભાગની પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એ અંગે જાહેરાત કરવામાં આવે એવુ મનાય છે. મહદઅંશે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત દરમિયાન જ કોઈક મોટી જાહેરાત કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અમેરિકન એમ્બેસીની કોઈ શાખા ન હાેવાને કારણે અનેક વયસ્ક લોકોને મુંબઈ, દિલ્હી કે ચેન્નાઈ દોડવું પડતું હતું. લોકોને ખૂબજ પરેશાની અને હેરાનગતિ ભોગવવી પડતી હતી. આથી જો ગુજરાતમાં અમદાવાદમાં જ અમેરિકન એમ્બેસીની શરૂઆત કરવામાં આવે તે એ ગુજરાતમાં વસનારા લોકો માટે આશીર્વાદરૂપ થઈ પડશે.