અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની આગ્રાનો તાજમહાલ જોવા ખૂબ ઉત્સુક છે…

0
1163

 

      આગામી 24- 25 ફેબ્રુઆરીના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમના પત્ની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાતની તૈયારીઓ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 25 ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ જ ઉષ્માભેર ટ્રમ્પ દંપતીનું સ્વાગત કરવામાં આવશે. ખૂબજ આદર સાથે તેમને આવકારવામાં આવશે.આ ખાસ અભિવાદન કાર્યક્રમમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, રતન તાતા, સુનિલ મિત્તલ, આનંદ મહિન્દ્રા, ક્રિકેટર સચિન તંડુલકર, કપિલદેવ વગેરેનો સમાવેશ થાય છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયા  ઐતિહાસિક શહેર આગ્રાની ખાસ મુલાકાત લેશે. પોતાની આગ્રની મુલાકાત દરમિયાન તેઓ તાજમહેલની મુલાકાત પણ લેશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું પણ ભવ્યતા સાથે આયોજન કરાયું છે. મોટેરા સ્ટેડિયમમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ટ્રમ્પ આશરે એક થી સવા લાખની વિશાળ જનમેદનીને સંબોધન કરશે.