અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદ અરેબિયામાં 3,000 સૈનિકો સુરક્ષા માટે ગોઠવવાની મંજૂરી આપી

0
930

સાઉદી અરેબિયામાં અમેરિકાના હિતાનું રક્ષણ કરવાના આશયથી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં કુલ ત્રણ હજાર જેટલા સૈન્યના જવાનોને મોકલવાની મંજૂીરી આપી દીધી હતી, તેમણે અમેરિકાની કોંગ્રેસને ઉપરોક્ત માહિતી આપી હતી. સાઉદી અરેબિયામાં ઓઈલ રિફાઈનરી પર ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે સુરક્ષામાટે અમરિકાએ આ નિર્ણય કર્યો હાવાનું જણાવવામાં આવ્યું હતું. 

    ઓઈલ રિફાઈનરી પર કરવામાં આવેલા હુમલા માટે સાઉદી અરેબિયાએ  ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. આવા કોઈ પણ હુમલામાં પોૌતાનો હાથ હોવાનો ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કર્યો હતો.  

   તાજેતરમાં અમેરિકાની કોંગ્રેસને સંબોધીને લખવામાં આવેલા પત્રમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં અમેરિકાની સુરક્ષા  તેમજ ત્યાં ઈરાન દ્વારા વધી રહેલા જોખમને લક્ષમાં રાખીને ,પરિસ્થિતિને પહોંચી વળવાના આશયથી સાઉદી અરેબિયામાં ત્રણ હજાર સૈનિકો ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાઉદીમાં અમેરિકન સૈનિકો ગોછઠવીને ઈરાનની આક્રમક નીતુનો ઉત્તર આપી શકાશે. વળી તેને લીધે એ ક્ષોત્રમાં સ્થિરતા પણઁ આવશે. પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પે જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયા મોકલવામાં આવેલા સૈનિકોમાં મોટાભાગના સૈનિકો અગઆઉ પણ સાઉદીમાં કામગીરી બજાવી ચૂક્યા છે. અનેય વધુ સૈનિકોને તોડા સમય બાદ ત્યાં મોકલવામાં આવશે. આ સૌનિકોની સંખ્યા આશરે 3,00 જેટલી હશે.