

પાકિસ્તાનના ત્રાસવાદને નાબૂદ કરવા માટે કરવામાં આવતી કામગીરીથી નારાજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી 1.66 અબજ ડોલરની મદદ અટકાવી દેવામાં આવી હોવાનું જોહેર કરવામાં આવ્યું હતું. અમેરિકાના રક્ષા મંત્ર્યાલયના પ્રવક્તા કર્નલ રોબ મૈનિંગે એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને અપાતી 1.66 અબજ ડોલરની સહાય અટકાવી દેવામાં આવી છે. ઓબામાના શાસનકાળ દરમિયાન અફધાનિસ્તાન, પાકિસ્તાન તેમજ મધ્ય એશિયાના ઉપ- સહાયક રક્ષામંત્રી તરીકે કામગીરી સંભાળનારા ડેવિડ સીડનીે કહ્યું હતું કે, પાકિસ્તાનને અપાતી સુરક્ષા સહાય રોકવા પાછળ અમેરિકાના વહીવટીતંત્રની હતાશાનો સંકેત છે. આમ છતાં પાકિ્સ્તાને અમેરિકાની મહત્વની ચિંતાઓના નિરાકરણ માટે કોઈ પગલું ભર્યું નથી. અમેરિકાની મુખ્ય ચિંતા એ છે કે, પાકિસ્તાન તેના પડોશી દેશોની વિરુધ્ધ હિંસા આચરનારા તત્વોને જાણીબુઝીને સહન કરે છે અને એવા હિંસા આચરનારા સમૂહને ઉત્તેજન આપે છે.