
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છેકે, તેઓ અને ઉત્તર કોરિયાના પ્રમુખ જોન કિમ ઉન એકમેકના પ્રેમમાં પડી ગયા છે. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોન ઉન તરફથી મળતા સુંદર ને સરસ, લાગણી પ્રગટ કરતા પત્રોને કારણે તેમની વચ્ચેની મૈત્રી વધુ મજબૂત બની ગઈ છે.પશ્ચિમ વર્જિનિયામાં ત્યાંના સ્થાનિક રિપબ્લિકન ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધતા તેમણએ ઉપરોક્ત કરી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના પ્રમુખની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું તો તેમના સુંદર પત્રો મેળવીને એમના પ્રેમમાં પડી ગયો છું. જો કે સંયુક્ત રાષ્ટ્રના કેટલાક દેશો કિમ જોંગ ઉન પર માનવ અધિકારોનું હનન કરવાનો આક્ષેપ સતત લગાવતા રહયા છે.