અમેરિકાના પ્રમુખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે કરેલી ટિપ્પણીને વખોડી કાઢતો કોંગ્રેસ પક્ષ

0
780

અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલયની રચના માટે નાણાં આપનારા ભારતના વડાપ્રધાન નરેન્દ મોદીની ડોનાલ્ડ ટ્રમ્પે ટીકા કરી હતી કે, અફઘાનિસ્તાનમાં બધા અભણ છે. ત્યાં પુસ્તકાલયની સ્થાપના માટે ભારત નાણાં આપે એનો કશો ઉપયોગ નથી. એ નિરર્થક છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આવી ટિપ્પણી કોંગ્રસના અગ્રણીઓને ગમી નથી. અફઘાનિસ્તાનમાં ભારત વિકાસ કાર્યો કરે , તે બાબત અમેરિકાએ કશો ઉપદેશ આપવાની જરૂર નથી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, વહાલા પ્રમુખ ટ્રમ્પ, ભારતના વડાપ્રધાનની મશ્કરી કરવાનું બંધ કરો. અફઘાનિસ્તાનમાં ભારતે શું કરવું જોઈએ, એ વિષે અમેરિકાએ ઉપદેશ આપવાની જરૂર નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન અંગે અમેરિકાના પ્રમુખ ટીકા- ટિપ્પણ કરે એ યોગ્ય નથી. અહેમદ પટેલે કહ્યું હતું કે, , પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકાનો સરકારે કડક જવાબ આપવો જોઈએ.