અમેરિકાના પ્રમુખની ચૂંટણી પૂર્વે પ્રમુખપદના બન્ને ઉમેદવારો યોજાઈ પ્રથમ ડિબેટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડન વચ્ચે ઉગ્ર ચર્ચાઃ કોરોના, ઈન્કમટેકસ, ઈકોનોમીના મામલે બાયડને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સકંજામાં લીધા, ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના હાથની કઠપૂતળી હોવાનો આરોપ મૂક્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પણ જો બાયડન પર અનેક આક્ષેપ કર્યા, તેમને વિવિધ બાબતો માટે સકંજામાં લીધા..

 

 

         અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણીના ઉપલક્ષ્યમાં  રિપબ્લિકન અને ડેમૉક્રેટિક  પાર્ટીના ઉમેદનવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડન વચ્ચે પ્રથમ પ્રેસિડેન્સિયલ ડિબેટનું 29 સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું હતું. આખરે ઉપરોક્ત બન્ને ઉમેદવારો વચ્ચે 90 મિનિટ સુધી ચાલેલી ડિબેટમાં – ચર્ચામાં પરસ્પર આક્ષેપ મૂકવાની રસાકસી ચાલી હતી. બાયડને એવો આક્ષેપ કર્યો હતો કે, ટ્રમ્પ અબજોપતિ હોવા છતાં વરસોથી ઈન્કમટેકસ નથી ભર્યો. તેઓ રશિયાના પ્રમુખ પુતિનના હાથની કઠપૂતળી માત્ર છે. ટ્રમ્પની ખરાબ નીતિઓને કારણે જ અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બાયડનના આક્ષેપનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, જો બાયડન અમેરિકાના પ્રમુખપદે હોત તો અમેરિકામાં કોરોનાને કારણે ઓછામાં ઓછા 20 લાખ લોકો મરી ગયા હોત…અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની આડે હવે માત્ર 35 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એકમેક સામે તીખા પ્રહારો કરતા રહયા છે.