અમેરિકાના પ્રથમ મહિલા જિલ બાઇડેને અચાનક યુક્રેનનો પ્રવાસ કર્યો

 

કીવઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પત્ની અને પ્રથમ મહિલા જિલ બાઇડેન અચાનક યુદ્ધગ્રસ્ત યુક્રેનની યાત્રા પર પહોંચ્યા હતા. આ યાત્રાની પહેલાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોતી. કીવની યાત્રા દરમિયાન જિલ બાઇડેને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પત્ની ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. રશિયાના યુક્રેન પર હુમલા વચ્ચે જો બાઇડેનના પત્નીનો યુક્રેન પ્રવાસ મહત્વપૂર્ણ મામવામાં આવી રહ્યોહ્ય્છે. રશિયાનો હુમલો શરૂ થયા બાદ અમેરિકા સહિત નાટો દેશોના ઘણા નેતા યુક્રેનનો પ્રવાસ કરી ચુક્યા છે. પરંતુ બાઇડેન યુદ્ધગ્રસ્ત યુક્રેનનો પ્રવાસ કરવાથી દૂર રહ્યાં છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જિલ બાઇડેનની યુક્રેન યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. 

તેમણે ઓલેના ઝેલેન્સ્કીને જણાવ્યું કે હું મધર્સ ડે પર યુક્રેન આવવા ઈચ્છતી હતી. મેં વિચાર્યુ કે યુક્રેની લોકોને તે દેખાડવું મહત્વપૂર્ણ હતું કે આ યુદ્ધને રોકવુ છે, આ યુદ્ધ વિનાશકારી છે અને અમેરિકાના લોકો યુક્રેનની સાથે ઉભા છે. યાત્રા દરમિયાન અમેરિકાના પ્રથમ મહિલા અને ઓલેના ઝેલેન્સ્કી એક સ્કૂલનો પ્રવાસ કરવા પહોંચ્યા ગતા. તેમણે એક ક્લાસમાં બેંચ પર આમને-સામને બેસી વાત કરી હતી. આ યાત્રાને લઈને યુક્રેનના ફર્સ્ટ લેડી ઓલેનાએ જિલ બાઇડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાના પ્રથમ મહિલાએ યુદ્ધ દરમિયાન અહીં આવવા માટે શું કરવું પડ્યું છે, જ્યારે દરરોજ સૈન્ય કાર્યવાહી થઈ રહી છે, અહીં દરરોજ હવાઈ સાયરન વાગી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here