અમેરિકાના પ્રથમકક્ષાના ઉદ્યાોગપતિ જોન ચેમ્બર્સ  કહે છે – જો નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન નહિ બને તો ભારતનો વિકાસ અટકી જશે.. ભારતનો પ્રભાવ ઓસરવા માંડશે..

0
843

 

તાજેતરમાં અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ જોન ચેમ્બર્સે જણાવ્યું હતું કે, દુનિયાભરના સૌથી તીવ્ર ગતિથી વિકાસ સાધી રહેલા દેશ તરીકે સ્થાન પ્રાપ્ત કરવાનો અવસર ભારત પાસે છે. ભારતને એના યોગ્ય સ્થાન પર પહોંચવા માટે એક દાયકાની જરૂર છે. ભારતને એ સ્થાન પર પહોચાડવાની ક્ષમતા નરેન્દ્ર મોદી પાસે જ છે. જો આગામી 2019ની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન નહિ બની શકે તો એ ભારત માટે અતિ નિરાશાજનક વાત બની રહેશે. ભારતનો વિકાસ જોખમાશે. ભારતીય પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતને વિકાસના ચરમ  શિખરે પહોંચાડવાની શક્તિ અને ક્ષમતા નરેન્દ્ર મોદી પાસે છે. મને લાગે છે કે એ કામ માટેની યોગ્યતા મોદીમાં છે. મારી દ્રષ્ટિએ નરેન્દ્ર મોદી સાચા માર્ગે આગળ વધી રહ્યા છે.