અમેરિકાના પેન્ટાગોન પાસે ગોળીબારની ઘટના: ઘટના બાદ તુરન્ત મુખ્ય કાર્યાલયને લોકડાઉન કરવામાં આવ્યું .. 

 

 

 તાજેતરમાં સવારે મંગળવારે 3 જુલાઈના  અમેરિકાના મુખ્ય સુરક્ષા કાર્યાલય પેન્ટાગોન પાસે ગોળીબારની ઘટના બની હતી. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પેન્ટાગોન પ્રોટેકશન ફોર્સ એજન્સીએ જણાવ્યું હતું કે, આ ગોળીબારની ઘટના મેટ્રો બસ પ્લેટફોર્મ પર બની હતી. જે પેન્ટાગોન ટ્રાન્ઝિટ સેન્ટરનો એક ભાગ છે. આ સ્થળ વર્જિનિયાની આર્લિગ્ટન કાઉન્ટીમાં આવેલું છે, જે પેન્ટાગોનના મુખ્ય કાર્યાલય થી થોડેક જ દૂર આવેલું છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, થોડા થોડા સમયના અંતરે ગોળીબારના અવાજો થતાં સંભળાયા હતા. પોલીસ તપાસ ચાલી રહી છે અને મુખ્ય કાર્યાલયને બંધ કરી દેવામાં આવ્યું છે. 

 પેન્ટાગોન – એ વર્જિનિયામાં સ્થિત પાંચ ખૂણાવાળી ઈમારત છે, જે વોશિંગ્ટન ડીસીની નજીક છે. આ ઈમારતમાં અમેરિકાનું સુરક્ષા કાર્યાલય- રક્ષા મંત્રાલય આવેલું છે. આર્મી, નેવી અને એરફોર્સ- ત્રણે લશ્કરી પાંખોના હેડક્વાર્ટર્સ અહીં આવેલા છે. સુરક્ષાની દષ્ટિએ પેન્ટાગોન અતિ મહત્વનું સ્થાન છે. આ ઈમારતને 1941 થી 1943 સુધીમા તૈયાર કરવામાં આવી હતી. યુધ્ધ સાથે નિસબત ધરાવતા, એટલેકે દેશની સુરક્ષા તેમજ સલામતી કાર્ય કરનારા તમામ વિભાગો અને તેના સંચાલક- સૂત્રધારોને એક જ સ્થાને એકત્રિત કરવાના આશયથીૂ એની રચના કરવામાં આવી હતી.