અમેરિકાના નેશવિલેમાં ચક્રવાત, ૧૯નાં મોત

 

નેશવિલેઃ સોમવારે ટેનેસીમાં મધ્યરાત્રિએ ફૂંકાયેલા ચક્રવાતમાં ઓછામાં ઓછી ૪૦ ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ઓછામાં ઓછા ૧૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. નેશવિલેમાં ચક્રવાતને કારણે થયેલું નુકસાનમાં ઇમારતોની દીવાલો અને છત તૂટી પડ્યાં હતાં, વીજળીના તારો અને વિશાળ વૃક્ષો ધરાશાયી થયાં હતાં, જેને કારણે શહેરના માર્ગો અવરોધિત થયા હતા. કેટલાક લોકોનાં ઘરો ક્ષતિગ્રસ્ત થતાં તેઓ ઘરવિહોણા થયા હતા. શાળાઓ, સરકારી કચેરીઓ, બસો અને એરપોર્ટ બંધ રખાયાં હતાં. મંગળવારે મતદાન થવાનું હતું, પણ એ શરૂ થવાના થોડા કલાકો પહેલાં જ અમુક મતદાન કેન્દ્રોને ચક્રવાતને કારણે નુકસાન પહોંચ્યું હતું. છૂટોછવાયો વરસાદ બાદ એ ટેનેસી, વેસ્ટ વર્જીનિયા અને ઓહાયો તરફ આગળ વધી ગયો હતો. તોફાને મોન્ટગોમેરી, પશ્ચિમી પેન્સિલવેનિયાના અલ્બામામાં પણ તબાહી મચાવી હતી. રાજ્યપાલ બિલ લીએ કહ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે