અમેરિકાના ત્રણ ઈકોનોમિસ્ટોને  અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ

 

સ્ટોકહોમઃ અર્થશાસ્ત્ર ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને આપવાનું રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સિસે સોમવારે જાહેર કર્યું હતું. બર્કલેસ્થિત યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના ડેવિડ કાર્ડને અડધું પ્રાઈઝ આપવામાં આવ્યું છે. મેસેચ્યુસેટ્સ ઈનિ્સ્ટટ્યૂટ ઑફ ટેક્નોલોજીના જોશુઆ એન્ગ્રીસ્ટ અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના ગુઈડો ઈમ્બેન્સ બાકીનું અડધું ઈનામ શેર કરશે. ઈકોનોમિક સાયન્સિસ કમિટીના ચેરમેન પીટર ફ્રેડરિક્સને કહ્યું કે સામાન્ય જીવનમાં ઊભા થતા પ્રશ્નોનો જવાબ આપવાની આપણી ક્ષમતામાં આ ત્રણે અર્થશાસ્ત્રીના સંશોધનથી વૃદ્ધિ થઈ છે અને સમાજને ઘણો લાભ થયો છે.

લઘુતમ પગારમાં (પ્રતિ કલાક) વધારો કરવાથી પડતી અસરનો અભ્યાસ કરવા કાર્ડે ન્યુ જર્સી અને પેન્સિલવેનિયાના રેસ્ટોરાંઓની માહિતીનો પોતાના સંશોધનમાં ઉપયોગ કર્યો હતો. લઘુતમ પગાર (પ્રતિ કલાક)માં વૃદ્ધિ કરવાથી વધુ કર્મચારીઓની ભરતી કરવી પડે તેવા પરંપરાગત અભિપ્રાય ખોટા છે, તેવું કાર્ડના સંશોધનથી જાણવા મળ્યું છે. નવા વસાહતીઓના આગમનથી સ્થાનિકોના પગાર પર પ્રતિકૂળ અસર પડે તેવો પરંપરાગત માન્યતાનો પણ કાર્ડના સંશોધનથી છેદ ઉડ્યો હતો. અગાઉથી આવી અત્રે સ્થાયી થયેલા વસાહતીઓના પગાર ધોરણ પર પ્રતિકૂળ અસર પડે છે તેવું તારણ કાર્ડના સંશોધનથી મળ્યું હતું