અમેરિકાના જૈન સેન્ટરનાં પ્રમુખ યોગેશ શાહનું સન્માન

 

અમદાવાદઃ દેશ-વિદેશમાં જૈનદર્શન, કલા અને સંસ્કૃતિનો પ્રસાર કરતી ઇન્સ્ટિટ્યૂટ અોફ જૈનોલોજી દ્વારા અમેરિકાના જૈન સેન્ટર અોફ સધર્ન કેલિફોર્નિયાના પ્રમુખ યોગેશ શાહનો અભિવાદન સમારોહ હઠીસિંહની વાડીમાં યોજાયો હતો. યોગેશ શાહ અમેરિકામાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પ્રેરક અને પ્રોત્સાહક બની રહ્ના છે અને વિશેષ તો લોસ ઍન્જલિસમાં સાધર્મિક માટે અને દેરાસરના નિર્માણ માટે ઉત્તમ સહયોગ આપી રહ્ના છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સંવેગભાઈ લાલભાઈ દ્વારા ઍમનું અભિવાદન કરવામાં આવ્યું. જેમાં શ્રીયકભાઈ શેઠ, કુમારપાળ દેસાઈ, ગૌરવ શેઠ અને પંકજ શેઠ ઉપસ્થિત રહ્નાં હતા. અભિવાદનના પ્રત્યુત્તરમાં યોગેશ શાહે કહ્નાં કે અમારે ત્યાં જૈન ધર્મ વિષયક અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલે છે અને તેમાં જુદાં જુદાં ગ્રંથોનો સ્વાધ્યાય પણ ચાલી રહ્ના છે. વિશેષ તો ભારત અને અમેરિકા વચ્ચે ઍકબીજાનો સહયોગ થાય અને પરસ્પરને ઉપયોગી બને તેવું આ આયોજન ખરેખર દીર્ઘદૃષ્ટિ દર્શાવે છે.