
અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયામાં આવેલા એનાહેઈમ શહેરના મેયર તરીકે ગત 4 ડિસેમ્બર, 2018ના ભારતીય- અમેરિકન શ્રી હેરી સિધ્ધુએ શપથ ગ્રહણ કર્યા હતા. આ પદ પર સૌ પ્રથમવાર એક ભારતીય- અમેરિકન વ્યક્તિ મેયર તરીકે નિયુક્ત થઈ રહી છે. તેમણે ગુરુગ્રંથસાહેબ ઉપર હાથ રાખીને પોતાના હોદા્ના શપથ લીધા હતા. આ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સુપિરિયર કોર્ટ જજ તેમજ તેમજ હેરી સિધ્ધુના પરિવારજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સોંગદવિધિ સંપન્ન થયા બાદ હેરી સિધ્ધુના સમર્થકોએ જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલના નારા પોકાર્યા હતા.