અમેરિકાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ઓનલાઈન અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓને ડિપોટ- દેશનિકાલ કરવાનો નિર્ણય કર્યો છે… 

 સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યા અનુસાર, અમેરિકાની ઈમિગ્રેશન વિભાગે તમામં અભ્યાસ ઓનલાઈન કરતા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાંથી પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. જેને કારણે એફ-1 અને એમ-1 વિઝા રદ કરવામાં આવશે. ઉપરોક્ત વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આશરે 10 લાખની છે., જેમાં 2 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયનો ખૂબ જ વિ્રોધ કરવામાં આવી રહી રહ્યો છે. અમેરિકન કાઉન્સિલ ઓફ એજયુકેશન દ્વારા એની ટીકા કરવામાં આવી હતી. તેમણે એને અતિ ભયાનક અને ક્રૂર ગણાવ્યો હતો. તેમના મંતવ્ય અનુસાર, કોવિદ-19ના કારણે હજી સ્કૂલો શરૂ કરવામાં આવી નથી આ સંજોગોમાં આવો નિર્ણય લેવાનું યોગ્ય ના ગણાય.  આ નિર્ણય અંગે પણ ઘણી અસ્પષ્ટતા પ્રવર્તે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને સેન્ટર એલિઝાબેથ વોર્નરે પણ આ નિર્ણયને  વખોડી કાઢ્યો હતો.