અમેરિકાના આલાબામામાં એક દિવસમાં છ ઇંચ વરસાદઃ ભારે પૂર

 

અમેરિકાના આલાબામા રાજ્યમાં એક જ દિવસમાં છ ઇંચ વરસાદ પડી જતાં ભારે પૂર આવ્યું છે. રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા છે અને ડઝનબંધ લોકો પોતાની કારમાં જ ફસાઇ ગયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા હતા. બુધવારે આલાબામામાં આ ભારે વરસાદ પડ્યો હતો અને તેના ભારે વસ્તીવાળા બર્મિંગહામ વિસ્તારમાં પૂરની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. 

ડાઉનટાઉન બર્મિંગહામથી ૨૦ માઇલ દક્ષિણે પેલ્હામમાં પોલીસને મદદ માટેના ૩૦ કોલ્સ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે ૧૧.૧૫ કલાક સુધીમાં મળ્યા હતા. હૂવર સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પૂર આવ્યા હતા. બુધવારે રાત્રે તો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, ડઝનબંધ લોકો પોતાની કારોમાં જ ફસાઇ ગયા હતા. મોલ્સમાં અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા