
અમેરિકા ભારતને 6 અપાચી લડાયક હેલિકોપ્ટરો વેચાણ આપશે. અગર અમેરિકાની સંસદમાં કોઈ સંસદ દ્વારા એનો વિરોધ નહિ થાય તો આ સોદાની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આગામી મહિનામાં ભારતના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી સુષમા સ્વરાજ તેમના સમકક્ષ અનુક્રમે જેમ્સ મેટિસ અને માઈક પોમ્પીઓ સાથે મંત્રણા કરવાના છે. આ લડાયકુ હેલિકોપ્ટરને મેળવ્યા બાદ ભારતની સંરક્ષણ ક્ષમતા વધુ મજબૂત બનશે.
અપાચી લડાયક હેલિકોપ્ટર બહુવિધ ભૂમિકા નિભાવનારા કાર્યક્ષમ લડાયક હેલિકોપ્ટર છે. અમેરિકાનું સૈન્ય તેમજ અન્ય રાષ્ટ્રોના લશ્કર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ લડાયક હેલિકોપ્ટરો તની સાથે જોડાયેલાૈ સેન્સરને કારણે રાતના સમયે પણ ઉડ્ડયન કરી શકે છે.