અમેરિકાએ ચીન પર ફરી ચલાવી ચાબુક, હવે આ મામલાને લઈ લગાવ્યો પ્રતિબંધ

 

વોશિંગ્ટનઃ અમેરિકાએ શિનજિયાંગમાં માનવાધિકાર ઉલ્લંઘન મામલે ચીન પર પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને જાતીય અને ધાર્મિક લઘુમતીઓની સામે માનવાધિકાર ઉલ્લંઘન માટે ચીનના પશ્ચિમ શિનજિયાંગ ક્ષેત્રમાં ત્યાંના અર્ધસૈનિક સંગઠનના પ્રમુખ અને તેના કમાન્ડર પર ગ્ખ્ફ્ લગાવી દીધો છે. આ પ્રતિબંધની જાહેરાત ટ્રમ્પ સરકારના વિદેશ અને નાણા વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, પ્રતિંબધ કર્યા બાદ અમેરિકામાં બેન સંગઠન અને વ્યક્તિઓની કોઇપણ સંપત્તિ જોડી શકાય છે. એટલું જ નહીં અમેરિકાના નાગરિકોની સાથે તેમના વ્યાપાર પણ કરી શકતા નથી. અમેરિકાએ શિનજિયાંગ production corp, તેના કમાન્ડર પર ધાર્મિક અત્યાચારને લઇ પ્રતિબંધ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના નિવેદનમાં અમેરિકાએ કોરોના વાઇરસના કારણે સ્થાનિક સરકારની ચૂંટણી સ્થગિત કરવાની નિંદા કરી. હોંગકોંગે તેના પર વળતો પ્રહાર કરતા નિશાન સાધ્યું અને કહ્યું, અમેરિકા તરફથી ચૂંટણીમાં વિંલબને લઇને ટીકા કરવી એવા સમયમાં કે જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે નવેમ્બરમાં યોજાનારી અમેરિકાની ચૂંટણીને ટાળવાની વાત કરી હતી.

નાણા મંત્રી સ્ટીવન મ્નુચિને એક નિવેદનમાં કહ્યું, અમેરિકા શિનજિયાંગ તથા દુનિયાભરમાં માનવાધિકારોનુ ઉલ્લંઘન કર્તાઓની જવાબદાર ઠેરવવા માટે તેની નાણાકીય શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરવા પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, બે અધિકારીઓ કમાન્ડર પેંગ જિયારૂઈ અને પૂર્વ કમિશ્નર સુન જિનલોંગ પર પણ અમેરિકાના વીઝા પર પ્રતિબંધ લગાવ્યો છે. ટ્રમ્પ પ્રશાસન પહેલાથી જ શિનજિયાંગ અને અન્ય અધિકારીઓ પર પ્રતિબંધ લગાવ્યો હ