અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફલાઈટ રવાના કરી , અફઘાનિસ્તાનમાં તેના 20 વર્ષના લશ્કરી મિશનને સમાપ્ત કરવાની ઘોષણા કરી.. 

 

     અફઘાનિસ્તાનમાંથી 31 ઓગસ્ટે તેના સૈન્યને લઈ જતી છેલ્લી ફલાઈટ રવાના કરી . એ સાથે ઘોષણા કરી હતી કે, તેનું અફઘાનિસ્તાન સાથેનું લશ્કરી મિશન પૂરં થઈ રહ્યું છે. સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, 14 ઓગસ્ટથી અમેરિકા કાબુલમાંથી 65 હજાર અમેરિકન નાગરિકો સહિત 79,000 લોકોને બહાર કાઢયા છે. અમેરિકાએ સી-17 મિલિટરી એરક્રાફટમાં ગત રાત્રે 12 વાગ્યા પહેલા હમીદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની છેલ્લી ફલાઈટ રવાના કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જમાવ્યું હતું કે, અફઘાનિસ્તાને અમેરિકનોની વિદાય બાદ હવે સંપૂર્ણ સંવતંત્રતા પ્રાપ્ત કરી છે. દરમિયાન, અમેરિકાના વિદેશમંત્રી એન્થની વ્લિંકને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તેમનું અભિયાન ચાલુ રહેશે. 

     અમેરિકાના પ્રમુખ જો બાયડને કાબુલમાંથી અમેરિકન સૈનિકોની સંપૂર્ણ રવાનગી માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ નક્કી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ નિર્ણય સંયુક્ત ચીફ ઓફ આર્મી સ્ટાફ અ્ને તમામ યુએસ કમાન્ડરોની સર્વસંમતિથી એરલિફટ મિશનને પૂણૅ કરવાના હેતુથી લેવામાં આવ્યો હતો. ગત સપ્તાહમાં કાબુલ એરપોર્ટ પર થયેલા વિસ્ફોટમાં મૃત્યુને વરેલા 13 અમેરિકન સૈનિકોને બાયડને શ્રધ્ધાંજલિ આપી હતી.