અમેરિકાએ કર્યું પાક.ને બેઈજ્જત

 

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ જો બાયડેને હાલમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પણ બાયડેનની પ્રાથમિકતામાં પાકિસ્તાન બહુ પાછળ દેખાઈ રહ્યું છે. ફરી એક વાર અમેરિકાએ પાકિસ્તાનની બેઈજ્જતી કરી નાખી છે. એક સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે બાયડેન પાકના વડા પ્રધાન ઈમરાન ખાનને ક્યારે ફોન કરશે તેનો કોઈ અંદાજ નથી.

વ્હાઈટ હાઉસની અખબારી સચિવ જેન સાકીએ કહ્યું હતું કે હું આ સંદર્ભમાં કોઈ ભવિષ્યવાણી કરી શકું નહીં. જો તેઓ (ઈમરાનને) ફોન કરશે તો સ્વાભાવિકપણે જ તમને અમે માહિતી આપશું.

પાકિસ્તાનના વડા પ્રધાને સંયુક્ત રાષ્ટ્રસંઘના મંચ પરથી જણાવ્યું હતું કે બાયડેન સાથે તેમનો બહુ ઓછો સંવાદ છે. આ સંદર્ભમાં જેને કહ્યું હતું કે અમેરિકા  પાકિસ્તાનના વિદેશ અને સંરક્ષણ મંત્રાલયના ટોચના નેતાઓના સંપર્કમાં છે. એ સાચી વાત છે કે બાયડને હજી સુધી તમામ નેતા સાથે વાતચીત કરી નથી  પણ તેમની પાસે નિષ્ણાતોની એક ટીમ છે જે આ કામ માટે જ બનાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાને હાલમાં જ કહ્યું હતું કે બાયડેન બહુ વ્યસ્ત વ્યક્તિ છે. તમારે તેમને પૂછવું જોઈએ કે તેઓ શા માટે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય કાઢતા નથી. જો કે, એવું પણ નથી કે હું તેમના ફોનની રાહ જોઈ રહ્યો છું