અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર કર્યો રોકેટ હુમલો ઃ અમેરિકા – ઈરાન વચ્ચેના સંબંધો ચરમસીમાએ વણસ્યાઃ

0
1037

અમેરિકાએ બગદાદ એરપોર્ટપર કરેલા રોકેટ હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં પ્રત્યાધાત પડ્યા છે. અમેરિકાના હવાઈ ( રોકેટ) હુમલામાં ઈરાનના અતિ મહત્વના લશ્કરી સેનાપતિ જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યું થયું હતું. તે ઈરાનના કુર્દ ફોર્સના પ્રમુખ હતા. જયારે સુલેમાનીનો કાફલો બગદાદ જઈ રહ્યો હતો ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.   ઈરાનમાં અમેરિકન દૂતાવાસ પર તાજેતરમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં સ્થિતિ ઘણી વિસ્ફોટક છે. આથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં રહેનારા અમેરિકન નાગરિકોને આદેશ કર્યો હતો કે, તેઓ જલ્દીમાં જલ્દી તત્કાળ ઈરાન છોડીને અમેરિકા પાછા ફરે, તેઓ જલદીથી ઈરાન છોડીને બીજા દેશોમાં સ્થળાંતર કરી લે. અમેરિકા- ઈરાન વચ્ચેની લડાઈ ગલ્ફમાં યુધ્ધ નોંતરશે એવો ભય સેવવામાં આવી રહ્યો છે. 

     જનરલ કાસિમ સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી આર્મીની સૌથી બળવાન વિંગ કુર્દ ફોર્સનો ચીફ હતો. મળતી માહિતી અનુસાર, સુલેમાનીનું વિમાન સિરિયા કે લેબનોનથી બગદાદ પહોંચ્યું હતું . તે સંમયે અમેરિકાએ તેમના પર મિસાઈલ હુમલો કર્ય હતો. આ હુમલામાં સુલેમાની સહિત 8 વ્યક્તિઓનાં મોત થયાં હતાં.