અમેરિકાએ ઇઝરાયેલ અને યુએઈ વચ્ચે કરાવી દીધી મિત્રતાઃ ચીન-પાકને ઝાટકો

 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઆઇ) વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી છે. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી છે. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજકિય સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજકિય સંબંધોની નવી શરૂઆત થશે. 

સમજૂતિ સંલગ્ન વ્હાઈટ હાઉસ તરફથી એક નિવેદનમાં કહેવાયું છે કે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાત થઈ, ત્યારબાદ આ ઐતિહાસિક સમજૂતિને મંજૂરી અપાઈ છે. વ્હાઈટ હાઉસે જાણકારી આપી છે કે આ સમજૂતિના કારણે ઈઝરાયેલે વેસ્ટ બેંક વિસ્તારમાં કબ્જો કરવાની યોજનાને ટાળી છે. વોશિંગ્ટનમાં યુએઈના રાજદૂત યુસુફ અલ ઓતાઈબાએ કહ્યું કે ઈઝરાયેલ સાથે શાંતિ સમજૂતિ રાજકિય જીત અને અરબ-ઈઝરાયેલ સંબંધો માટે ખુબ મહત્ત્વની છે. તેમણે વધુમાં કહ્યું કે આજની જાહેરાત કૂટનીતિ અને ક્ષેત્ર માટે એક જીત છે. આ સમજૂતિ અરબ-ઈઝરાયેલ સંબંધો વચ્ચે તણાવનું કામ કરશે અને બંને દેશોના સંબંધોમાં સકારાત્મક બદલાવ માટે નવી ઉર્જા પેદા કરશે.

ઈઝરાયેલ-યુએઈ વચ્ચે સંબંધ સ્થપાતા આ ઈસ્લામિક દેશ થયો કાળઝાળ, મોટું પગલું ભર્યું

પેલેસ્ટાઈનની અધિકૃત ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે સંયુક્ત આરબ અમીરાત (શ્ખ્ચ્)માં તૈનાત પેલેસ્ટાઈનના રાજદૂતને પાછા બોલાવવામાં આવી રહ્યાં છે. યુએઈ અને ઈઝરાયેલે ગુરુવારે પૂર્ણ રાજકિય સંબધ સ્થાપિત કરવાની સમજૂતિ કરી ત્યારબાદ પેલેસ્ટાઈને આ પગલું ભર્યું છે. પેલેસ્ટાઈને સમજૂતિ પર નિશાન સાધતા તેને પેલેસ્ટાઈનની માગણીઓ સાથે ‘વિશ્વાસઘાત ગણાવ્યો’ અને તેને પાછી ખેંચવાની માગણી કરી. પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસના પ્રવક્તા નબીલ અબુ રદેનેહે કહ્યું કે આ સમજૂતિ ‘રાજદ્રોહ’ જેવી છે અને તેને પાછી ખેંચવી જોઈએ. તેમણે કહ્યું કે યુએઈએ પોતાનો આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને આ સાથે જ તેમણે આરબ દેશોને પણ ‘પેલેસ્ટાઈનના લોકોના અધિકારોની કિંમત પર’ તેનું પાલન ન કરવાનો આગ્રહ કર્યો છે.  

આ બાજુ અમેરિકા, ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતનું માનવું છે કે તેનાથી પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં શાંતિ લાવવામાં મદદ મળશે. અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઐતિહાસિક શાંતિપૂર્ણ સમજૂતિની જાહેરાત કરી. આ જાણકારી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આપી. આ જાહેરાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈઝરાયેલ અને તેના મુસ્લિમ પાડોશીઓ વચ્ચે પણ રાજકિય સફળતા અપેક્ષિત હતી. આ સમજૂતિ બાદ યુએઈ અને ઈઝરાયેલ વચ્ચે રાજકિય સંબંધોની નવી શરૂઆત થશે