અમેરિકન નાગરિકોની નોકરીઓની સલમતી માટે તેમજ કોરોનાના સંક્રમણને રોકવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહારથી આવતા પ્રવાસીઓના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો –…

 

                      કોરોનાએ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે. એમાંય અમેરિકામાં કોરોનાએ લોકોના જીવનને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. મહાનગર ન્યુ યોર્ક સહિત સમગ્ર અમેરિકાના રાજ્યોમાં કોરોનાનો સંક્રમણનો   ચેપ લાગી ચુક્યોછે. હોસ્પિટલો, તબીબો, નર્સો, સ્વાસ્થ્યકર્મીઓ , સેવાભાવી સામાજિક સંસ્થાએ , સેવાભાવી વ્યક્તિઓ દિન-રાતની  પરવા કર્યા વગર પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાત લાખથી  વધુ અમેરિકનો કોરોનાથી સંક્રમિત હોવાના સત્તાવાર અહેવાલો પ્રાપ્ત થયા છે. 22 હજારથી વધુ લોકનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.ઈલાજ થઈ રહ્યો છે, પણ એટલું પૂરતું નથી.સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે એક કરોડ , 68 લાખ અમેરિકનોએ પોતાની નોકરી ગુમાવી છે. બેરોજગારીનો દર રોજબરોજ વધતો જાય છે. કોરોનાથી સંક્રમણ પામેલા અમેરિકનોની સંખ્યા પણ પતિ દિન વધતી રહી છે. હાલ પૂરતું એટલું આશ્વાસન લઈ શકાય કે ભલે ઓછી સંખ્યા હોય, પણ કોરોનાથી સંક્રમિત થયેલા લોકો સારવાર બાદ સાજા થયાં છે. 14 દિવસનું આઈસોલેશન, તબીબી સારવાર અને ચોકસાઈના નિયમોનું ચુસ્ત પાલન કરીને અનેક લોકોના જીવ બચી ગયા છે. 

    પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે  તેમજ અમેરિકામાં વસતા દેશના નાગરિકોની નોકરીઓની, રાજી-રોટીની સલામતી જાળવવાના ઉદે્શથી બીજા દેશોમાંથી અમેરિકામાં પ્રવેશનારા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ કેટલા સમય માટે છે, અને કયારે તે સમાપ્ત કરાશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

        અમેરિકામાં આવનારા ભારતીયોમાં કાયદેસરના ઈમિગ્રાન્ટો સિવાય ટેકનિકલ કૌશલ્ય ધરાવતા યુવાન ભારતીયોનો મોટો વર્ગ છે. એચ1-બી વિઝા ભારતીય યુવાનોમાં અતિ જાણીતો છે. ભારતના આઈટી પ્રોફેશનલો આ વિઝા હેઠળ અમેરિકામાં  આવીને નોકરી મેળવતા હોયછે. સંભવ છેકે કદાચ એચ-1 બી વિઝા પર પ ણ  કામચલાઉ પ્રતિબંધ મૂકાય. કોરોનાના સંક્રમણને અટકાવવાના પગલા તરીકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે   ચીન, યુરોપ , કેનેડા અને મેકસિકોના પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.