અમેરિકન કમિશને ગાલવાનમાં ચાલી રહેલા સરહદીય વિવાદમાં ચીન વિશે કર્યો આ મોટો ખુલાસો.

.

વોશિંગ્ટનઃ અમેરિકન સંસદીય કમિશને પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે ચીનની સરકારે સંભવિત રૂપે ઘાતક ઘટનાઓની સંભાવના સહિત જૂનમાં ગલવાન ખીણની ઘટનાની યોજના બનાવી હતી, સાથે જ એવી ખાતરી ઉચ્ચારી હતી કે બીજીંગે લગભગ અડધી સદીમાં ભારત-ચીન સરહદે પ્રથમ ઘાતક સંઘર્ષને ઉત્તેજન આપ્યું હતું.

અમેરિકા-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા કમિશને સંસદને પોતાના વાર્ષિક નવા રિપોર્ટમાં કહ્યું છે કે સત્તારૂઢ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીએ તાઇવાનની આસપાસ અને સાઉથ ચીન સાગરમાં મોટા પાયે ડરાવવા-ધમકાવનારી લશ્કરી કવાયતોને પાર પાડવા દરમિયાન પોતાના સશસ્ત્ર દળોને એક શક્તિશાળી ઉપકરણ તરીકે નિયુક્ત કર્યા