અમેરકિામાં ગુજરાતની અસ્મિતાનું જતન અને સંવર્ધન કરનારા ભારતીયસમાજના લાડીલા અગ્રણી સુરેશ જાનીની અંતિમવિદાય

0
665

અમેરકિામાં ગુજરાતની અસ્મિતાનું જતન અને સંવર્ધન કરનારા ભારતીયસમાજના લાડીલા અગ્રણી સુરેશ જાનીની અંતિમવિદાય
અમેરિકામાં ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર – રીતિનો પ્રસાર અને સંર્વધન કરનારા તેમજ નિસ્વાર્થભાવે સમાજની સેવામાં જીવન સમર્પિત કરનારા ભારતીય સમાજના લાડીલા અગ્રણી સુરેશ જાનીનું 3જી મેના ન્યુજર્સી ખાતે દુખદ અવસાન થયું હતું. સદગત સુરેશ જાની ઓવરસિઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી, એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયન્સ ઈન નોર્થ અમેરિકા- (આઈના- ચાલો ગુજરાત) , તેમજ ગુજરાત ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓના સ્થાપક હતા. સ્વભાવે અતિ નમ્ર, નિખાલસ , નિરાભિમાની , સાદગી પ્રિય , મિતભાષી મિલનસાર અને ઉદારદિલ સુરેશભાઈએ ભારતીય સમાજની નાની -મોટી દરેક વ્યકિતનો સ્નેહ તેમજ આદર પ્રાપ્ત કર્યો હતો. તેઓ નિસ્વાર્થભાવે સહુને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા. ભારતીય જનતા પક્ષના તેએ સંનિષ્ઠ સક્રિય કાર્યકર હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના પ્રથમ હરોળના અગ્રણી નેતાઓ સહિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે તેઓ નિકટના આત્મીય સંબંધો ધરાવતા હતા. અમેરિકાની મુલાકાતે આવનારા ભાજપના દરેક નેતાનું તેઓ ભાવભીનું આતિથ્ય કરતા. સાદગીભર્યુ જીવન અને ઉચ્ચ વિચારસરણી ધરાવતા સુરેશભાઈ સાચા અર્થમાં સમાજસેવક હતા. તેઓ વિશાળ ચાહકવર્ગ ધરાવતા હતા. તેમના અવસાનથી અમેરિકામાં વસતો તમામ ભારતીય સમુદાય ઘેરા દુખ અન ેશોકની લાગણીે અનુભવી રહયો છે. સુરેશભાઈના પરિવારમાં તેમના ધર્મપત્ની દીપ્તિબેન જાની તેમજ પુત્ર અમિતભાઈ જાનીનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઈમ્સ સહિત પરીખ વર્લ્ડવાઈડ મિડિયા પરિવાર સુરેશભાઈ જાનીની પુનિત સ્મૃતિને વંદન કરે છે. પરમેશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના પરિવારજનોને શક્તિ અને હિંમત આપે એજ પ્રાર્થના .