અમેયા પવાર દ્વારા ઇલિનોઇસ સમુદાયને એકત્ર રાખવા ન્યુઝ આઉટલેટ લોન્ચ

શિકાગોઃ ભારતીય-અમેરિકન શિકાગો એલ્ડરમેન અમેયા પવારે પાંચ માસ અગાઉ ગવર્નરપદની ચૂ્ંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને હવે તેમણે પોતાનું નોન-પ્રોફિટ ન્યુઝ આઉટલેટ ‘વન ઇલિનોઇસ’ શરૂ કર્યું છે. આ માહિતી શિકાગો સન ટાઇમ્સે આપી હતી.

અમેયા પવારે જણાવ્યું હતું કે ‘વન ઇલિનોઇસ’ કન્ઝર્વેટિવ થિન્ક ટેન્ક ‘ઇલિનોઇસ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ’ માટે ‘પ્રોગ્રેસિવ રિસ્પોન્સ’ બને તેવી શક્યતા છે. ઓર્ગેનાઇઝેશનની ફર્સ્ટ બેચ ઇલિનોઇસના નદીકિનારાનાં શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમેયા પવારે જણાવ્યું હતું કે નાગરિકોને જે કહેવું હોય તે કહે, પરંતુ ઇલિનોઇસ રહેવા માટે ત્રાસદાયક સ્થળ નથી.
અમેયા પવાર આર્થિક વિકાસ અને નીતિઓ માટે સમુદાયોને એકબીજા સાથે જોડવા અને એકઠા કરવાની કામગીરી કરશે જે કાર્યરત પરિવારોને મદદરૂપ થશે.

આ ગ્રુપમાં છ નાગરિકો છે, જેમાં પવાર પ્રેસિડન્ટ તરીકે સેવા આપશે, ટેડ કોક્સ ભૂતપૂર્વ ડીએનએઇન્ફો શિકાગો એન્ડ ડેઇલી હેરાલ્ડના પત્રકાર છે, જેઓ સિનિયર એડવાઇઝર-તંત્રી તરીકે સેવા આપશે.
કેટલિન્ડ ડન્કન ઇલિનોઇસમાં મેટુ મુવમેન્ટના હિમાયતી છે, જેઓ સિનિયર એડવાઇઝર-કોફાઉન્ડર તરીકે સેવા આપશે.
જયારે અન્ય ત્રણ ફ્રીલાન્સરોમાં ડોક્યુમેન્ટ્રિયન અને પોડકાસ્ટરનો સમાવેશ થાય છે.
‘વન ઇલિનોઇસ’ લેબર-પ્રોગ્રેસિવ એડવોકસી ગ્રુપ અને નેશનલ ગ્રુપની વિવિધ સ્ટોરી રજૂ કરશે, જે સ્થાનિક અખબારો-ટીવી-રેડિયો પર રજૂ થશે.
ઇલિનોઇસ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ કન્ઝર્વેટિવ અને ફ્રી-માર્કેટ થિન્ક ટેન્ક છે, જેણે પોતાની હાલની વેબસાઇટ માટે ઘણાં વર્ષો પસાર કર્યાં છે.