અમુલ ડેરીના એમડી સોઢીને હટાવાયા:  ચાર્જ જયેન મહેતા સંભાળશે

 

આણંદ: અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી આર. એસ. સોઢીને હટાવાયા છે અને તેમની જગ્યાએ જયેન મહેતાને હાલ પૂરતું સંચાલન સોંપવામાં આવ્યું છે. સોઢીએ રાજીનામું આપ્યું કે હાટવાયા તે મામલે ઘણી અટકળો વહેતી થઈ હતી. જોકે આર. એશ. સોઢી ૨૦૧૦થી આ પદ પર હતા અને છેલ્લા બે વષર્થી એક્સટેન્શન પર હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા પોતે રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન ૨૦૧૦માં અમૂલનું ટર્ન ઓવર ૮૦૦૦ કરોડ હતું. જે હાલ વધીને ૬૧૦૦૦ હજાર કરોડ થઈ ગયું છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વાઈસ ચેરમેને એક પત્ર લખી આર. એસ. સોઢીને જાણ કરી હતી. અમૂલ ડેરીની ગાંધીનગરમાં યોજાયેલ બોર્ડ મીટિંગમાં ઠરાવ કરાયો હતો. આર. એસ. સોઢીને ફેડરેશનનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ હોવાનું જણાવ્યું હતું. નવા મેનેજિંગ ડિરેક્ટર નિમણૂંક થોડા સમયમાં કરવામાં આવશે.