અમિત શાહના કદભાર સાથે મોદી કેબિનેટનું વિસ્તરણઃ ગુજરાતના સાત મંત્રીઓ

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજનની અછત તેમજ દવાઓ અને ઈન્જેક્શનના કાળાબજારની બોલબાલા વધવાથી ડો. હર્ષવર્ધન પાસેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય છીનવાયું છે. ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે અને તેમને દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસે કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રાલય પણ રહેશે.

અશ્વિન વૈષ્ણવ હવે દેશના નવા રેલ મંત્રી બન્યા છે. આ ઉપરાંત તેમની પાસે આઈટી મંત્રાલયની જવાબદારી પણ રહેશે. પીયૂષ ગોયલ જે અગાઉ રેલવે મંત્રી હતા તેમને ટેક્સટાઈલ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્મૃતિ ઈરાનીને ટેક્સટાઈલમાંથી હવે બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. એચઆરડી મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન સંભાળશે. હરદીપ સિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રી બનાવવામાં આવ્યા છે.   

ડો. હર્ષ વર્ધન પાસે રહેલા વિજ્ઞાન મંત્રાલયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાસે રાખ્યું છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નવા સ્થાપવામાં આવેલા સહકારિતા મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કરનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવને શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ સાથે જ પર્યાવરણ મંત્રાલયની જવાબદારી પણ તેઓ સંભાળશે. નાણા વિભાગના રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ કરાતા માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને સ્પોર્ટ્સ મંત્રી પણ બનાવાયા છે. કિરણ રિજિજુને કાયદા મંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

પ્રહલાદ જોશીને કોલસા અને ખાણ મંત્રી, નારાયણ રાણેને સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રી, રામચંદ્ર પ્રસાદને સ્ટીલ મંત્રી અને પશુપતિ કુમાર પારસને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બનાવવામાં આવ્યા છે. સર્બાનંદ સોનોવાલને પોર્ટ, વોટરવે અને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.  આર. કે. સિંહ પાસે ઉર્જા મંત્રાલય રહેશે પરંતુ તેમને રાજ્ય કક્ષાના મંત્રીમાંથી હવે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગુજરાતના ભાજપના ટોચના નેતા પરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ બઢતી મળી છે. જ્યારે સુરતના સાંસદ દર્શના જરદોશ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુ્ંજપરા,  રાજ્યસભાના સાંસદ એસ. જયશંકર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, એસ પી એલ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, ભાનુપ્રતાપ સિંહ વર્મા, દર્શના વિક્રમ જરદોશ, મીનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી એલ વર્મા, અજય કુમાર, ભગવંત ખુબા, કપિલ મોરેશ્વર પાટિલ, પ્રતિમા ભૌમિક,  સુભાષ સરકાર, ભાગવત કૃષ્ણારાવ કરાડ, રાજકુમાર રંજન સિંહ, ભારતી પવાર, બિશ્વેશ્વર ટુડૂ, શાંતનુ ઠાકુર, એલ મુરુગન, મહેન્દ્ર મુંજપરા, જોન બાર્લા સહિતના નેતાઓએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા