અમિતાભ બચ્ચન સાથે ગુડબાય ટીમમાં હવે નીના ગુપ્તા – અમિતાભ બચ્ચનની પત્નીની ભૂમિકા ભજવશે..

Instagram

 

  તાજેતરમાં જ જે ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું છે તે ફિલ્મ ગુડબાયમાં મહાનાયક અમિતાભની સાથે પહેલીવાર નીના ગુપ્તા પાત્ર ભજવવાના  છે. નીના ગુપ્તા અને અમિતાભ બચ્ચન એકમેક માટે ખૂબ આદર ધરાવે છે. અમિતજીની સાથે પોતાને સ્ક્રીન શેર કરવાની તક મળી એ વાતથી જ નીનાજી ખૂબ રોમાંચિત છે. લાંબા સમય સુધી કામ વગર બેસી રહ્યા બાદ તેમને ફિલ્મ બધાઈ હો માં એક સુંદર ભાવદર્શી ભૂમિકા ભજવવા મળી હતી. તે ફિલ્મમાં તેમની ભૂમિકાના દર્શકો- વિવેચકોએ ખૂબ વખાણ કર્યા હતા. ટેલિવિઝન, થિયેટર અને ફિલ્મ- ત્રણે માધ્યમોમાં પોતાની પ્રતિભા પૂરવાર કરનારાં  નીનાજી  કહે છેઃ અમિતજી સાથે કામ કરવાનું મારું સપનું સાકાર થઈ રહ્યું છે. ખૂબ જ ખુશ છું…