અમારી રસી ભારે અસરકારક, વિવિધ પ્રકારના વેરિઅન્ટ્સ સામે પણ રક્ષણ આપે છેઃ નોવાવેક્સ

 

વોશિંગ્ટનઃ રસી નિર્માતા નોવાવેક્સે જણાવ્યું હતું કે તેની રસી કોવિડ-૧૯ સામે ભારે અસરકારક છે અને વિવિધ પ્રકારના વેરિઅન્ટ્સ સામે પણ રક્ષણ આપે છે એમ અમેરિકા અને મેક્સિકોમાં એક વિશાળ, મોડા તબક્કાના અભ્યાસમાં જણાયું છે. નોવાવેક્સની આ રસીનું ઉત્પાદન પણ ભારતમાં સિરમ ઇનિ્સ્ટટ્યુટ કોવોવેક્સના નામે કરી રહ્યું છે.

આ રસી બધુ મળીને લગભગ ૯૦ ટકા જેટલી અસરકારક છે અને પ્રાથમિક ડેટા સૂચવે છે કે તે સલામત છે એમ કંપનીએ જણાવ્યું છે. જ્યારે અમેરિકામાં કોવિડ-૧૯ સામેની રસીની માગ નાટ્યાત્મક રીતે ઘટી ગઇ છે ત્યારે વિશ્વમાં અન્યત્ર વધુ રસીઓની જરૂરિયાતો તીવ્ર જ રહી છે. નોવાવેકસ રસી, કે જે સંગ્રહ કરવામાં અને પરિવહન માટે સરળ છે, તે વિકાસશીલ વિશ્વમાં રસીના પુરવઠાને વેગ આપવામાં અગત્યનો ભાગ ભજવી શકે છે. જો કે તે મદદને હજી મહિનાઓની વાર છે, અલબત્ત. કંપની જણાવે છે કે તે અમેરિકા, યુરોપ અને અન્યત્ર આ રસીના ઉપયોગને મંજૂરી માટે સપ્ટેમ્બરના અંત સુધીમાં મંજૂરી મેળવવાની યોજના ધરાવે છે અને તે ત્યારબાદ મહિને ૧૦૦ મિલિયન ડોઝનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે.

અમારા ઘણા બધા પહેલા ડોઝ નીચી અને મધ્યમ આવકવાળા દેશોમાં જશે અને તેનાથી શરૂઆત કરવાનું લક્ષ્ય છે એમ નોવાવેક્સના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટેન્લી એર્કે એસોસીએટેડ પ્રેસને જણાવ્યું હતું. જ્યારે અમેરિકાની અડધી કરતા વધુ વસ્તીને કોવિડ-૧૯ની રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળી ચુક્યો છે ત્યારે વિકાસશીલ વિશ્વના એક ટકા કરતા પણ ઓછા લોકોને હજી એક ડોઝ મળ્યો છે એમ અવર વર્લ્ડ ઇન ડેટાની માહિતી જણાવે છે.

નોવાવેક્સના પરિક્ષણમાં અમેરિકા અને મેક્સિકોમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયના લગભગ ૩૦૦૦૦ લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. આમાં રસી લેનારાઓને કોવિડ-૧૯ થયો હોવાના ૭૭ કેસ થયા હતા, જેમાંથી રસી લેનારા જૂથમાંથી ૧૪ જ કેસ હતા જ્યારે બાકીના કેસ ડમી રસી લેનારામાં હતા. રસી લેનારમાંથી કોઇને પણ મધ્યમ કે ગંભીર રોગ થયો ન હતો. આ રસી યુકેમાં પ્રથમ દેખાયેલ વેરિઅન્ટ સામે પણ એટલી જ અસરકારક જણાઇ છે. આમાં આડઅસર પણ ખૂબ મર્યાદિત જણાઇ છે.