અમારી  એક ઈંચ જમીન પણ કોઈ નહિ છિનવી શકે, અમે લોહિયાળ સંઘર્ષ માટે તૈયાર છીએ.

0
952

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું હતું કે, ચીન પોતાની એક ઈંચ જમીન પણ કોઈને નહિ લેવા દે. અમારો દેશ દુશ્મનો સાથે યુધ્ધ કરવા તૈયાર છે..નેશનલ પિપલ્સ કોંગ્રેસની વાર્ષિક બેઠકમાં બોલતાં તેમણે  જણાવ્યું હતું કે,ચીન પોતાના શત્રુઓ સાથે લોહિયાળ સંઘર્ષ કરવા – ખરાખરીનો જંગ ખેલવા કટિબધ્ધ છે. હકીકતમાં ચીનનો ભય છે કે હોંગકોંગ અને તાઈવાન ચીનથી વિભાજિત થઈ જશે.. તાઈવાન સ્વશાસિત ટાપુ છે જેના પર ચીન પોતાનો અધિકાર હોવાનું સ્થાપિત કરવા માગે છે. અગાઉ બ્રિટિશરોના તાબામાં હતું તે હોંગકોંગ ચીન દ્વારા શાસન – સંચાલિત પ્રદેશ છે. હોંગકોંગના વહીવટીતંત્રમાં ચીનનો હસ્તક્ષેપ આમ જનતાને ગમતો નથી. વાર્ષિક સત્રમાં ઉપસ્થિત રહેલા ચીનના પ્રધાનમંત્રી લી કેકિયાંગે એક પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, ચીન પોતાની ભૌગોલિક ક્ષેત્રીય અખંડિતા જળવી રાખવા માટે વચનબધ્ધ છે. પોતાના હકની એક ઈંચ જમીન પણ એ કોઈને નહિ લઈ જવા ચીન કોઈની જમીન પચાવી નહિ પાડે અને પોતાની જમીન પર કોઈ રાષ્ટ્રનો અધિકાર સ્વીકારશે નહિ.