અમર ગાયક કે.એલ. સાયગલને એમના જન્મદિવસે યાદ કરે છે ગુગલ!

0
957

ભારતીય હિન્દી ફિલ્મ -ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારા સુપ્રસિધ્ધ ગાયક -અભિનેતા કુંદનલાલ સાયગલનો 11 એપ્રીલે જન્મદિવસ હતો. તેમની 114મી વર્ષગાંઠના પ્રસંગે સર્ચ એન્જિન ગુગલે તેમને યાદ કરીને અંજલિ આપી હતી. ગુગલે સાયગલના આકર્ષક ડુડલ બનાવીને ઉજવણી કરી હતી. કુંદનલાલ સાયગલનો 1904ની 11  એપ્રિલે જમ્મુમાં જન્મ થયો હતો. તેમણે અનેક પ્રકારની નોકરીઓ કરીને જીવનમાં બહુ જ સંઘર્ષ કર્યો હતો. સાયગલસાહેબે હિન્દી ફિલ્મોમાં હીરોની ભૂમિકાઓ પણ ભજવી હતી. કરું કયા આસ નિરાસ ભઈ, દુખકે દિન અબ બિતત નાહી, એક બંગલા બને ન્યારા, બાબુલ મોરા મૈહર છુટો જાય..જેવા અણમોલ અને યાદગાર ગીતોની આપણને ભેટ આપી છે. દર્દથી ઘુંટાયેલા, ઘેરા, ગંભીર- મધુર સવરે ગવાયેલાં એ ગીતો ભારતીય સંગીતના ઈતિહાસમાં હંમેશા ચિરંજીવ રહેશે.