અમરેલીમાં જન-રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પરિવારવાદે દેશને બહુ નુકસાન પહોંચાડ્યું છે.55 વર્ષ સુધી દેશમાં એકજ પરિવારની તાનાશાહી ભારતની પ્રજાએ જોઈ છે,. હવે એને સમાપ્ત કરીને જનતાનો વિકાસ કરવાનો છે, લોકતાંત્રિક સરકાર એ કાર્ય કરી બતાવશે…

0
1091

 

વડાપ્રધાનમોદી ગુજરાતમાં વીજળીવેગી પ્રચાર- પ્રવાસ કરી રહ્યા છે. આગામી 23 એપ્રીલે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે એકસાથે જ મતદાન થશે. મતદાનને આડે હવે ગણતરીના દિ્વસો બાકી રહ્યા હોવાથી રાજકીય પક્ષોનો પ્રચાર- કાર્યક્રમ રાત- દિવસ ચાલતો રહે છે. સભાઓ, રેલી, રોડ શો , ઘર ઘરનો સંપર્ક – બધાજ સાધનોનો વિનિયોગ કરીને જનતા સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમરેલીની જનતાને  સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પૂ.ભોજલરાંમ બાપા, પૂ. જલારામ બાપા, પૂ. બજરંગદાસ બાપા, જીવરાજ મહેતા કાનજી ભુટાબારોટ, કવિ્ કલાપી, કવિ રમેશ પારેખ અને લોકકવિ દુલા ભાયાકાગને યાદ કર્યા હતા. સૌરાષ્ટ્રની ખમતીધર ધરતીના ખમતીધર માનવીઓનું સ્મરણ કરીને તેમણે જણાવ્યું હતું કે, 23મી મેના દિવસે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી દેશમાં ફરી એકવાર મોદી સરકાર શાસનના સૂત્રો સંભાળશે. અમે ખેડૂતોના હિતમાં, તેમનું ભલું થાય એ વાતને લક્ષમાં રાખીને નિર્ણયો લીધા , જેનો લાભ આશરે 12 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે. આખા દેશના લોકોને લાભ થાય તેવી યોજનાઓ અમે સત્તા પર આવીને અમલમાં મૂકીશું. માછીમારોને લાભ થાય તેવી યોજના પણ અમલમાં મૂકવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે કાશ્મીરની સમસ્યા આપણને વારસામાં આપી છે. હુ તેનો બહાદુરીથી મુકાબલો કરી રહ્યો છું. પહેલાં દેશમાં અનેક સ્થળોમાં બોમ્બ વિસ્ફોટકની ઘટનાઓ બનતી હતી. મારી સરકારે કડક હાથે કામ લઈને જનતાની સુરક્ષા અને સલામતી માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે.