અમરનાથ યાત્રા આ વર્ષે નહિ યોજાયઃ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ

 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના વહિવટી તંત્ર અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને સોમવારે યોજાયેલી બેઠકમાં નિર્ણય કર્યો છે કે આ વર્ષે અમરનાથ યાત્રા નહિ યોજાય, યાત્રા જ્યાંથી પસાર થવાની હતી તે કાશ્મીર ઘાટીના ૧૦ જિલ્લા કોરોના વાઇરસના સંક્રમણથી પ્રભાવિત છે.

 આ વર્ષે ૨૩ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીમાં લોકડાઉનના કારણે તે શરૂ થઈ શકી ન હતી. યાત્રા માટેનો નિર્ણય લેવાયો ન હતો તે પહેલા જ યાત્રા માટે શ્રદ્ધાળુઓ માટેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી હતી. યાત્રાના માર્ગ ઉપર લંગરો પણ લાગી ચૂક્યા હતા.

 બોર્ડ લાખો ભક્તોની ભાવનાઓનું સન્માન કરે છે અને ભક્તોની ધાર્મિક ભાવનાઓને જીવંત રાખવા માટે બોર્ડ સવાર-સાંજ આરતીનું લાઇવ ટેલિકાસ્ટ / વર્ચ્યુઅલ દર્શન ચાલુ રાખશે.